________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૧ ઉપાય બતાવતાં તે જરૂર સમજાય અને તે પ્રમાણે સ્વાભાવિક રીતે વર્તે જ એવો નિયમ છે. (૯૭)
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંઘકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ અર્થ :- કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. (૯૮).
ભાવાર્થ - આ ગાથામાં સદ્ગુરુએ સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. પછીની ગાથાઓમાં માત્ર તેનો વિસ્તાર છે.
કર્મના ઉદયમાં એકતા કરીને આત્માના જે ભાવ થાય છે ત્યાં આત્માનું અજ્ઞાન છે અથવા તે જ મિથ્યાત્વ છે.... “તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે”...(પત્ર પ૩૭)
આત્માનું મોક્ષસ્વરૂપ, શુદ્ધ સિદ્ધ સ્વરૂપ તે રૂપ હું છું. સર્વ પદ્રવ્યથી ભિન્ન છું, એમ નિશ્ચયનયથી શ્રદ્ધાપૂર્વક ઉદય આવતાં કર્મ અને સંજોગોથી પોતાને સર્વથા ભિન્ન જ અનુભવે એવો જે