________________
૧૮૨ - નિત્યનિયમાદિ પાઠ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અઘોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડ-ચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૬)
ભાવાર્થ - વિશેષ પુણ્ય પાપ ભોગવવાનાં સ્થાન સ્વર્ગ નરકાદિ છે, તે પણ સ્વભાવથી જ સુખદુઃખ ઉત્પન્ન કરનારાં બની રહ્યાં છે. તેને કોઈ ઈશ્વરે ખાસ બનાવ્યાં છે એમ નથી. કર્મ અને તે ભોગવવાનાં સ્થાનો વગેરે સમજવું બહુ મુશ્કેલ છે. તેનો વિસ્તાર કર્મગ્રંથોમાં ઘણો કરેલો છે. પણ અહીં અવકાશને અભાવે અતિસંક્ષેપે કહ્યું છે. કોઈ જ્ઞાનીને લબ્ધિથી દેવલોક વગેરે દેખાય છે જેમકે આનંદ શ્રાવકને થયું હતું. શ્રુતની નિર્મળતાથી પણ અમુક જીવ ક્યાંથી આવ્યો છે અથવા મરીને કઈ ગતિમાં ગયો છે વગેરે જણાય છે. એ જ્ઞાન ઘણું ગહન છે ને શિષ્યની સમજશક્તિ ઉપરાંતનું હોવાથી અહીં માત્ર ટૂંકામાં નિર્દેશ કર્યો છે. (૮૬)
() શંકા-શિષ્ય ઉવાચ કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭
અર્થ – કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમકે અનંત કાળ થયો તો પણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. (૮૭).