________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૭૯ યોગ ચંચળ થાય છે, ત્યારે જડ કર્મરજ આત્મામાં ગ્રહણ થાય છે તે બીજરૂપ હોઈ કાળ પાળે વિચિત્ર ફળ આપે છે. યોગ ને ઉપયોગથી આત્મા બધું કરે છે. કર્મ કેવી રીતે બંઘાય છે તે આ ગાથામાં કહ્યું છે. રાગદ્વેષ સહિત પરમાં પરિણમવું તે ભાવકર્મ છે તે આત્માની સવિકલ્પ દશા હોવાથી ચેતનના વિભાવ પરિણામ છે, તેથી જીવનું વીર્ય સ્કુરે છે. તેથી મન, વચન, કાયાના યોગ ચંચળ થતાં જીવના પ્રદેશો પણ કંપે છે અને તેથી કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાય છે.
(૮૨)
ઝેર સુઘા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ અર્થ :- ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. (૮૩).
ભાવાર્થ – બાંધેલાં કર્મ ફળ શી રીતે આપે છે? “શું સમજે જડકર્મ કે, ફળ પરિણામી હોય ?” તે કહે છે. જીવના શુભાશુભ ભાવથી કાર્મણ વર્ગણામાં અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે અને મંત્રેલી ધૂળની સમાન તેમાં શાતા, અશાતા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય વગેરે રૂપે પરિણમવાની યંત્ર જેવી ચોક્કસ શક્તિ હોય છે. કાશ્મણ વર્ગણામાં એવું ચમત્કારિક બળ જીવના ભાવના સંયોગથી ઊપજે છે ને યોગ્ય કાળે ફળ આપે છે. દ્રષ્ટાંત