________________
નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત)
१
શ્રી સદ્ગુરુ ક્તિરહસ્ય
(ભક્તિના વીશ દોહરા)૧
હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧
હે પ્રભુ, કહેતાં ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ કે નિશ્ચયનયે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પર લક્ષ જવું જોઈએ. અહો ! તેનું વર્ણન થઈ શકે તેવું નથી. “કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો”—એવું તે
૧. ‘આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે. અને તે યોગે કરી તેની પરમાર્થવૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે ૫રમાર્થનો દૃઢાગ્રહ થયો છે; અને તેથી બોઘ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે ‘હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે
1