________________
૧૫૪
નિત્યનિયમાદિ પાઠ | ભાવાર્થ :- પ્રથમ પદ માટે શિષ્ય શંકા કરે છે. આત્મા દેખાતો નથી માટે દર્શનરૂપ નથી, તેનું કંઈ રૂપ જાણવામાં આવતું નથી માટે જ્ઞાનરૂપ નથી અને બીજી રીતે તેનો અનુભવ થતો નથી તેથી ચારિત્રરૂપ નથી. શિષ્ય ભણેલો છે તેથી જૈન સિદ્ધાંતમાં જે આત્માનો સ્વભાવ દર્શનજ્ઞાનચારિત્રરૂપ કહ્યો છે તેનો જ નિષેઘ કરી, જીવ નથી એમ શંકા કરી છે. (૪૫)
અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહી જુદું એંઘાણ. ૪૬
અર્થ :- અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇંદ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંઘાણ એટલે ચિહ્નો નથી. (૪૬)
ભાવાર્થ :- પછી તે કહે છે કે દેહ તે જ આત્મા છે; દેહ જડ છે ને જાણતો નથી એમ કોઈ કહે તો ઇંદ્રિયો જાણે છે તે આત્મા છે; ઇંદ્રિયો કામ કરતી અટકે છતાં શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી જીવ છે એમ મનાય છે તે ઉપરથી પ્રાણ-શ્વાસ તે જ આત્મા છે. આ ત્રણ સિવાય બીજું ચેતનનું લક્ષણ ઇંદ્રિયગોચર નથી છતાં તમે જુદું ચેતન માનો તો તે તમારું મિથ્યાત્વ છે ! કારણ કે તે ચેતનની કોઈ નિશાની છે જ નહીં. (૪૬)
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ અર્થ - અને જો આત્મા હોય તો તે જણાય શા માટે