________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૫૧ સંસારના વિચારોમાં ફરતું હતું ત્યાંથી પાછું વળીને પોતાના આત્મહિતના વિચારમાં આવે, શાંત સ્થિર થઈ સૂક્ષ્મપણે વિચારે. સદ્ગુરુએ જે બોઘ કર્યો હોય તે શાંતપણે સ્થિર થઈ પોતાના આત્માર્થે સૂક્ષ્મપણે વિચારે. એમ સુવિચારણામાં સ્થિર થતાં તેને આત્મસુખની ઝાંખી થાય છે. (૪૦)
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે શાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧
અર્થ – જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૧)
ભાવાર્થ :- સરુબોઘે આત્મસ્વરૂપની વિચારણા કરવાથી જ્ઞાનરૂપી દીવો પ્રગટે. તેનાથી અજ્ઞાન ને મોહરૂપી અંઘકાર વિલય થાય ને પરિણામે સંસારથી મુક્ત થઈ આત્માના અનંત સ્વાધીન સુખરૂપ મોક્ષપદમાં સ્થિતિ થાય. (૪૧)
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુ—શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨
અર્થ - જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુ-શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. (૪૨).
ભાવાર્થ – આત્મસિદ્ધિ લખવાનું પ્રયોજન હવે કહે છે કે જીવોને એવી સુવિચારણા ઊપજે અને મોક્ષમાર્ગ શું તે યથાર્થ સમજાય એ હેતુથી ગુરુ-શિષ્યના સંવાદ રૂપે છ પદ અહીં કહું છું. સુવિચારણા જાગે ત્યારે બોઘમાં કહ્યું હોય તેથી ઘણું વધારે વિચારી શકે. જેમકે “આત્મા છે” એનો વિચાર કરતાં તે