________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
આત્માર્થી લક્ષણ
નહિ જોય. ૩૪
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્મા અર્થ ઃ— જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે.‘નં સંમંતિ પાલદ તું મોળંતિ પાસદ’જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. (૩૪)
૧૪૫
ભાવાર્થ :- નું સંમતિ પાસદ તં મોળંતિ પાસહ । જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા તો પછી લૌકિક માન્યતાઓ પ્રમાણે વર્તતા નથી; કુળગુરુ નથી, વેષ બીજો છે વગેરે શંકા ન કરે, સાચાને સાચા માન્ય કરે. (૩૪)
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫
અર્થ :— પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવાયોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ઘારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુરુ યોગથી સમાઘાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૫)
10