________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૪૩ ભાવાર્થ - ૮. જેને જ્ઞાનદશા થઈ નથી અને જે સત્ ક્રિયા=આત્માર્થે સત્સાઘન પણ કરતા નથી એવા ગુરુ કે કહેવાતા સાધકનો સંગ થવાથી સંસારમાં રખડી મરવાનું થાય છે. (૩૦)
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અઘિકારીમાં જ. ૩૧
અર્થ :- એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળઘર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અન્–અધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. (૩૧)
ભાવાર્થ - આ બઘા મતાર્થીના પ્રકાર કહ્યા તેમનું વર્તન લૌકિક માન અર્થે છે; તે પરમાર્થ પામવાના અધિકારી નથી. (૩૧).
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨
અર્થ - જેને ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતવૃષ્ટિ નથી, તે મતાથ જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૨)