________________
(૧૫)
છે. સર્વ જીવોના કલ્યાણનું કારણ, મોહને નિર્મૂળ કરવાનું કારણ, ભવસાગર તરવાનું કારણ તથા મોક્ષ પ્રાપ્ત કરાવનારી ભગવાનની અમોઘ વાણી છે. તેના જેવું કલ્યાણનું સાધન શોધતાં બીજું મળી શકે તેમ નથી તેથી તેને કોઈની સાથે સરખાવી શકાય કે ઉપમા અપાય તેમ નથી. તેથી ઉપમા આપવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. ઊતરતી ઉપમા આપે તો ઉપમા આપનારની બુદ્ધિની ખામી ગણાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અજ્ઞાની જીવોને શ્રી જિનેશ્વરની વાણીનું માહાત્મ્ય કલ્પનામાં આવે તેવું નથી. પરંતુ જેના એકેક શબ્દમાં અનન્ત શાસ્ત્રો સમાઈ જાય તેવી શ્રી જિનેશ્વરની વાણી જેણે જાણી છે, એવા જ્ઞાની પુરુષોએ જ તેનું માહાત્મ્ય જાણ્યું છે, અને ગાયું છે. ૐ શાન્તિઃ