________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૪૧
ભાવાર્થ :— ૪. સાચા ર.દ્ગુરુ મળ્યા હોય છતાં તેમના પ્રત્યે લક્ષ ન આપે અને બીજા અસદ્ગુરુ જે તેને વિશેષ માન આપતા હોય અથવા જ્યાં જવાથી લોકોમાં માન પોષાતું હોય ત્યાં જાય અને તેમનામાં શ્રદ્ધા વધારે. (૨૬)
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭
અર્થ :– દેવનારકાદિ ગતિનાં ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૭)
ભાવાર્થ :— ૫. જેમાં દેવાદિ ગતિનું વર્ણન કર્યું હોય તેને શ્રુતજ્ઞાન એટલે ધર્મનું કથન માને અને પોતે માન્યું હોય, મત પકડ્યો હોય કે કોઈ વેષ ગ્રહ્યો હોય તેનો આગ્રહ કરવામાં જ મુક્તિ થશે એમ માને. (૨૭)
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮
અર્થ :— વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ ૫રમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાસ નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. (૨૮)
ભાવાર્થ :– ૬. પોતે વ્રત તપ વગેરે લોકોને બતાવવા કરે અથવા કરીને તેનું અભિમાન રાખે પણ વૃત્તિ રોકાતી નથી