________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૩૧ સહજાત્મસ્વરૂપ સમજાતું નથી; સમજ્યા વગર તેઓનો કરેલો ઉપકાર હુરે નહીં ત્યાં સુધી ભક્તિ જાગે નહીં. તેથી સદ્ગુરુની વાણી દ્વારા સર્વજ્ઞ ભગવંતની અપૂર્વતા ભાસે છે અને પોતાનો આત્મા જાગૃતિ પામી, જિનસ્વરૂપ જ પોતાનું સ્વરૂપ છે એમ માની તેની ઉપાસના કરતો કરતો પોતે તે રૂપ બની જાય છે. આ બઘાનું કારણ સદ્ગુરુ પ્રત્યે કૃતજ્ઞ બુદ્ધિ છે.
“અહો ! અહો ! શ્રી સદ્ગરે, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.” આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ; પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહિ, ત્યાં આઘાર સુપાત્ર. ૧૩
અર્થ :- જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૩)
ભાવાર્થ - સદ્ગુરુનો યોગ ન મળે ત્યાં સુધી શું કરવું? તે જણાવવા તથા કેટલે અંશે સલ્ફાસ્ત્ર ઉપકારી છે તે જણાવવા કહે છે
આત્મા આદિ તત્ત્વો વિષે જેમાં વિવેચન કરેલું છે એવાં શાસ્ત્રો સુપાત્ર, અધિકારી, પૂર્વના સંસ્કારી જીવોને પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ન મળે ત્યાં સુધી આધારભૂત છે; વૈરાગ્ય, ઉપશમનાં કારણ છે. કોઈ પૂર્વના આરાધકને તો સ્વરૂપ પ્રાપ્તિનાં પણ કારણ છે, અને સ્વરૂપસ્થિરતા થવામાં પણ મહદ્ ઉપકારી