________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૨૯ ભાવાર્થ - જે સદ્ગુરુની ભક્તિ, ઉપાસનાથી અપૂર્વ લાભ થાય છે, તેમનાં લક્ષણો હવે જણાવે છે - જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે માટે પ્રથમ, સદ્ગુરુનું લક્ષણ આત્મજ્ઞાન છે; બીજું લક્ષણ “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો” એ સમભાવપૂર્વક જેનું વર્તન (અંતર્ચર્યા) છે; લોભ આદિ કારણે જેનું વિચરવું નથી, પણ પૂર્વે બાંધેલા કર્મની માત્ર પ્રેરણા પ્રમાણે જ તે વર્તે છે, એ ત્રીજું લક્ષણ છે; કષાય રહિત તથા આત્મજ્ઞાન સહિત અનુભવને આઘારે જેમની વાણી નીકળે છે, “શાસ્ત્રમાં નથી, અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુણ આચરણા છે” એ ચોથું લક્ષણ કહ્યું સર્વમાન્ય, સર્વઘર્મસંમત, છયે દર્શનના સારરૂપ જેનું શાસ્ત્રજ્ઞાન છે, એ પાંચમું લક્ષણ છે. આત્મઘર્મનો ઉપદેશ આપવા માટે મુખ્યપણે આવી કોટિના મહાપુરુષ યોગ્ય ગણાય. (૧૦)
પ્રત્યક્ષ સશુરુ સમ નહીં, પરોક્ષજિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
અર્થ - જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાઘાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. (૧૧)
ભાવાર્થ – સદ્ગુરુના યોગ વિના સતદેવ અને સઘર્મનું