________________
આત્મસિદ્ધિશાસ્ર
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
૧૨૭
અર્થ : જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે.(૮)
ભાવાર્થ :— માટે આત્માર્થી જીવે તો જે જે અવસ્થામાં જે જે ખૂટતું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું ઘટે છે; પછી તે તે અવસ્થાને અનુકુળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે. ક્રિયાજડ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ ચૂક્યા વિના, આગ્રહ રહિત પુરુષાર્થ કરવો ઘટે છે; અને શુષ્ક જ્ઞાનીને મોહાથીન વર્તન ઘટાડી, ત્યાગ વૈરાગ્ય વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. (૮)
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯
અર્થ :— પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૯) ભાવાર્થ :— સદ્ગુરુની પ્રાપ્તિ થયા પહેલાં પરમાર્થને નામે કે પોતે કર્તવ્યરૂપ સમજીને જે જે પ્રવૃત્તિ કરી હોય તેનો આગ્રહ કે પક્ષપાત મૂકી દઈ, જે શિષ્યભાવે સદ્ગુરુચરણની ઉપાસના કરે છે તે પરમાર્થ માર્ગને પામે છે, સદ્ગુરુના યથાર્થ સ્વરૂપને ઓળખે છે અને તે દ્વારા પોતાના સ્વરૂપનો તેને લક્ષ થાય છે.
સત્સંગ, ૫૨મ સત્સંગ, સોઘ, સદ્ગુરુની આજ્ઞા અને