________________
૧૨૪
નિત્યનિયમાદિ પાઠ ભાવાર્થ – ક્રિયાજડ જીવોનું સ્વરૂપ વર્ણવે છે :
આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં જે રાચી રહ્યા છે, મગ્ન છે પણ અંતર ભેદાયું નથી; ક્રિયાનો મર્મ સમજાયો નથી. જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે, અમારે જ્ઞાનમાર્ગની જરૂર નથી; જ્ઞાનમાર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે, તેવા જીવો ક્રિયાજડ જાણવા. આત્મજ્ઞાન વિનાની ક્રિયા મોક્ષનું કારણ થતી નથી, પણ ક્રિયાનો આગ્રહ જેને છે તેવા ક્રિયાજડ જીવો બાહ્ય ક્રિયાથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને છે. “વહ સાઘન બાર અનંત કિયો તદપિ કછુ હાથ હજુ ન પર્યો” તે વાત ક્રિયાજડને સમજાતી નથી. (૪)
બંઘ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કશાની તે આંહી. ૫
અર્થ - બંઘ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. (૫)
ભાવાર્થ – બીજા પ્રકારના જગતમાં એવા જીવો હોય છે કે જેમને સદ્ગુરુનો યથાર્થ યોગ કે તેના ચરણકમળની ઉપાસનાનો લાભ મળ્યો નથી. માત્ર અધ્યાત્મશાસ્ત્રો પોતાની કલ્પનાએ વાંચી લઈ, સાંભળી કે અસદ્ગુરુ દ્વારા અવઘારી એકાંત નિશ્ચયનયના આગ્રહવાળા થઈ જાય છે. તે કહે છે કે બંધ જીવને થવો સંભવે નહીં; આકાશ જેમ કશાથી બંધાય નહીં તેમ