________________
૧૦૧
લોક પુરુષસંસ્થાને કહ્યો ૫ જહાં રાગ અને વળ દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિવણ; ભવ છેવટની છે એ દશા,
રામ ઘામ આવીને વસ્યા. ૨ ચિત્તની અસ્થિરતા રાગદ્વેષને કારણે છે. રાગ કે દ્વેષ હોય ત્યાં ચિત્તમાં ક્લેશ હોય છે. તેથી આત્માને આવરણ આવે છે. જ્યારે રાગદ્વેષ રહિત ઉદાસીનતા નિરંતર રહેશે ત્યારે સર્વ દુઃખનો અંત આવશે, અર્થાત્ દુઃખકારી ઘાતિયાં કર્મ ટળી જઈને ત્રણે કાળનું જ્ઞાન પ્રગટ થશે. એ જ્ઞાનદશામાં પછી દેહ રહે છતાં નિર્વાણ જેવું જ સુખ અનુભવાય છે. તે ક્યારે બને ? કે અનંત ભવ થતાં થતાં છેવટનો ભાવ આવી લાગ્યો હોય, ત્યારે એ વીતરાગદશા આવે છે અને પોતાના શુદ્ધસ્વરૂપરૂપી ઘરમાં સ્થિરતા થાય છે.
એ રીતે લોકનું સ્વરૂપ, દેહાદિના નિમિત્તરૂપ કર્મનું સ્વરૂપ, શું કરવાથી પોતે દુઃખી છે અને શું કરવાથી સુખી થવાય ? વગેરે શંકાઓ ઉપસ્થિત કરી, તે સર્વનુ સમાઘાન અહીં સંક્ષેપમાં
કર્યું છે.