________________
મૂળ મારગ
૮૫ વખતે પણ પોતાને દેહથી ભિન્ન, અજર, અમર, અવિનાશી આત્મા માને તેથી પરભવમાં પણ તે શ્રદ્ધા સાથે જાય. એ રીતે જ્ઞાનીનાં વચન પર દ્રઢ શ્રદ્ધા તે જ સમકિત અથવા સમ્યક્દર્શન કહ્યું છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ૦ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ આત્મા જ્ઞાનસ્વરૂપ ચેતન છે અને તે આત્મા સંયોગી પદાર્થ નથી એટલે અન્ય દ્રવ્ય મળવાથી બનતો નથી, પરંતુ સર્વથી ભિન્ન અસંગ છે. એમ દૃઢ શ્રદ્ધા-પ્રતીતિપૂર્વક આત્મામાં સ્થિર થવું. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું ઓળખવું, તેને સર્વથી ભિન્ન જાણી તે જ એક હિતકારી છે એમ શ્રદ્ધા, રુચિ થઈ પછી તે રૂપ પરિણમવા વીર્ય ફરે છે. એ રીતે આત્માના સુખમાં સ્થિર થવું, આત્મારૂપ થઈને વર્તવું તેને ચારિત્ર કહે છે. આત્માનો સ્થિરતા ગુણ તે ચારિત્ર છે, વેષ એ ચારિત્ર નથી. સમકિત થતાં અનંતાનુબંધી કષાય જાય છે તેથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. વ્રતની અપેક્ષા ન હોય ત્યાં તે અણલિંગ ચારિત્ર કહેવાય. આત્મામાં સ્થિતિ થવી તે રૂપ નિશ્ચય ચારિત્ર હોય છે.
તે ત્રણે અભેદ પરિણામથી રે, - જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯
ભત્ર જાણી તે વાર્ય કુંવર તેને ચારિત્ર નથી.