________________
સ્તુતિ સંગ્રહ
મારો શામલીઓ, ગીરધારી રે; એણે હરણીને, હરણું ઉગાર્યા રે. ૧ એક એક તે, ચડતા દીસે છે, અષ્ટાપદ, જિન ચોવીશ છે; શેત્રુંજે જઈ જુહારો રે, આબુ જઈ દુઃખડાં વારો રે. ૨ ચોત્રીશ અતિશય, છાજે રે, ત્યાં બેઠા, ધીંગલમલ ગાજે રે; ધીંગલમલની વાણી મીઠી રે, તમે સાંભળજો, ભવી પ્રાણી રે. ૩ ત્યાં દેવી અંબીકા, સારી રે, એના નાકે સોનાની વારી રે; સહુ સંઘના, સંકટ ચૂરે રે, નય વિમલના, વંછિત પૂરે રે. ૪
F (૩૧) પ્રભુ પ્રાર્થના પ્રભુજી માહરા પ્રેમથી નમું, મૂર્તિ તાહરી જોઈને કરું અરર હે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે ધર્મ નવી કર્યા, માટે હે પ્રભુ તમને વિનવું, તારજો હવે પ્રભુજીને સ્તવું દીનાનાથજી દુઃખ કાપજો, ભવિક જીવને સુખ આપજો. આદીનાથજી સ્વામી માહરા, ગુણ ગાઉં છું નિત્ય તાહરા.
ક (૩૨) શ્રી ચાર શાશ્વતજિનની સ્તુતિ Hi ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષેણ દુઃખ વારેજી, વદ્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વતા નામ એ ચારેજી; ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તિણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારેજી. ૧ ઊર્ધ્વ અધો તિઓં લોકે થઈ, કોડી પન્નરસે જાણોજી, ઉપર કોડી બેંતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી,
૬૭