________________
ચૈત્યવંદનો
i (૩૮) શ્રી મહાવીરસ્વામીનું ચૈત્યવંદન સિદ્ધારથ સુત વંદી, ત્રિશલાનો જાયો; ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોતેર વર્ષનું આયખું, વીર જિનેશ્વર રાય. ૨ ક્ષમાવિજય જિનરાજનો એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, “પદ્રવિજય” વિખ્યાત. ૩ F (૩૯) એકસો સીત્તેર જિન ચૈત્યવંદન ક સાથે જિનવર શામળા, રાતા ત્રીશ વખાણું લીલામરકત મણી સમા, આડત્રીશ વખાણું. ૧ પીળા કંચન વર્ણસમા, છત્રીસે જિનચંદ; શંખ વરણ સોહામણું, પચાશે સુખકંદ. ૨ સીત્તેર સો જિન વંદીએ એક ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાળ. ૩ નામ જપતા જિનતણું, દુરગતિ દૂરે જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું પરમ મહોદય થાય. ૪ જિનવર નામે જશ ભલો, સફળ મનોરથ સાર; શુદ્ધ પ્રતીતિ જિનતણી, શિવસુખ અનુભવ ધાર. ૫ ક (૪૦) સર્ભકત્યા દેવલોકે ચૈત્યવંદન SH સભઢ્યા દેવલોકે રવિશશિ ભવને વ્યંતરાણાં નિકાયે, નક્ષત્રાણાં નિવાસે ગ્રહગણપટલે તારકાણાં વિમાને; પાતાલે પન્નરેંદ્ર-સ્કુટમણિકિરણ ધ્વસ્ત સાંદ્રાંધકારે, શ્રીમત્તીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદ. ૧ વૈતાઢ્ય મેરૂશંગે, રૂચકગિરિવર કુંડલે હસ્તિદતે, વખારે કૂટનંદીશ્વર-કનકગિરી નૈષધે નીલવંતે;
૪૩