________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પાને, નમતાં અવિચલ ઠાણ. ૩
(૩૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન કા આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાય; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આય. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિર ધાર. ૩
F (૩૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન ક
જય જય જય જગતાત ભ્રાત, ભવતાપ નિવારે; શરણાગત જન વચ્છ, સવિ જગજીવને તારે. ૧ કૃષ્ણાપતિ કાજે પ્રભુ, પ્રગટ પાતાલથી થાય; જરા નિવારી દુઃખ હર્ષ જાદવ બહુ સુખ પાય. ૨ અમિત ગુણ પાતક હરણ, હરિત વર્ણ સુખકાર; રંગ વંદે પારસ પ્રભુ, શંખેશ્વર શિરદાર. ૩
F (૩૭) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ! જય! ત્રિભુવન સ્વામી; અષ્ટ કરમ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતિક સબ દહીયે. ૨ ૐ હ્રીં વર્ણ જોડી કરી એ, જપીએ પાર્શ્વનામ; વિષ અમૃત થઈ પરિણમે, પામે અવિચલ ઠામ. ૩
૪૨