________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પૂજા અષ્ટ પ્રકારની, સમજી કરો તસ મર્મ અષ્ટમી કરતાં પ્રાણીઓ, ક્ષય કરે આઠે કર્મ. ૭ દૂર કરી આઠ દોષને, તિમ અડગુણ પાળો; જ્ઞાન દર્શન ચારિત્રના, આઠ અતિચાર ટાળો. ૮ આઠ આઠ પ્રકારના એ, ભેદ અનેક પ્રકાર; અષ્ટમી ફળ પ્રભુ ભાખીયા, ત્રિગડે બેસી સાર. ૯ ફાગણ વદિ આઠમ દિને, મરૂદેવી જાય; દીક્ષા પણ તેહજ દિને, સુરનર મળી ગયો. ૧૦ સુમતિ અજિત જન્મસાર, સંભવજિન ચ્યવન; આઠમ દિન બહુ જાણજો, કલ્યાણતિથિ ભવન. ૧૧ અષ્ટમીતપ ભવિયણ કરી, કર્મ અપાવે જેહ; તપ કરતાં જસ સંપજે, શુભ ફળ પામે તેહ. ૧૨
ક (૨૫) શ્રી એકાદશીનું ચૈત્યવંદન 5. અંગ અગ્યાર આરાધીએ, એકાદશી દિવસે; એકાદશ પ્રતિમા વહો, સમક્તિ ગુણ વિકસે. ૧ એકાદશી દિવસે, થયા દીક્ષાને નાણ; જન્મ લહ્યા કેઈ જિનવરા, આગમ પરિમાણ. ૨ જ્ઞાન વિમલ ગુણ વાધતા એ, સકલ કળા ભંડાર; અગીયારસ આરાધતા, લહીએ ભવજળ પાર. ૩
= (૨૬) સામાન્ય જિન ચૈત્યવંદન 5 તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે, તુજ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ પદયુગ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કેમ હવે સરસે. ૨ એમ જાણીને સાહિબાએ, એક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહશુ જે નવિ હોય. ૩