________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આપશ્રીની આજ્ઞાનુસાર જ્યાં જ્યાં આરાધન થયું હોય, થતું હોય થવાનું હોય તેનું હું ત્રિવિધ ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
હું સર્વે જીવો ને ખમાવું છું સર્વે જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું, મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતાં સર્વે જીવો કર્મવશ છે તે સર્વેને મેં ખમાવ્યા છે, તે સર્વે મને ખમાવે. જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ. (નાશ પામો)
ભવાંતરમાં મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી ૯ મા વર્ષે
કેવળજ્ઞાન અપાવતી E શ્રી સીમન્વરસ્વામિની અપૂર્વ આરાધના ,
: જાપ કરવાનો મંત્ર : શ્રી શ્રી આઈ શ્રી સીમન્વરસ્વામિને નમઃ આ ભરતે પણ કોઈ જીવ, સુલભબોધિ જેહ; જાપ જપે તુજ નામનો, લાખ સંખ્યાનો તેહ, ભવસ્થિતિ નિર્ણય તસહુવે, અથવા ધ્યાન પસાથે; ઉપજી વિદેહે કેવળ લહે, નવમ વરસ ઉચ્છાહે.
(આચાર્ય વિજયલક્ષ્મી સૂરિજી મહારાજ) ભાવાર્થ :- આ સંસારમાં પણ કોઈ સુલભબોધિ જીવ, શ્રી સીમન્વરસ્વામિ ભગવાન આપના નામનો જાપ જપે છે, તેની ભવસ્થિતિનો (સંસારમાં કેટલા ભવ બાકી છે તેનો) નિર્ણય થાય છે, અથવા તમારા ધ્યાનના પસાયથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી નવમા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
COX