________________
હોળ
ઉપયોગી જણવા યોગ્ય સંગ્રહ હું મારા કર્તવ્યો, નીતિ, ન્યાય, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય. અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રી ભાવના, ગુણશીલ પ્રત્યે કરુણ ભાવના, ગુણશીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુઃખી પ્રત્યે કરૂણ ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું.
સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ દેપથી મુક્ત થઈને, મોક્ષસુખ સહુ જગવરો. ક નિત્ય આરાધન વિધિ કા
(રાત્રે સૂતી વખતે) સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી
શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો. શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો. શ્રી સાધુ ભગવન્તોનું શરણ હો. શ્રી કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ હો.
એગોમે સાસઓ અપ્પા, નાણંદમણ સંજુઓ; સેસા મે બાહિરાભાવા, સલ્વે સંજોગ લખણા. ૧
એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાનદર્શન મારા ગુણો છે. તે સિવાય બધા પૌગલિક સંજોગો સંબંધ-ધન-સ્ત્રી-કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહિ, સાથે કેવલ એક શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જ આવશે.
આહાર-શરીરને ઉપધિ પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે જીવું તો આગાર. ૨
આજ દિવસ સુધી મારા જીવે જે કાંઈ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવેધે ત્રિવેધે વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું.
હે જગદ્વત્સલ ! ભવચક્રમાં આજ દિનપર્યત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવધે ત્રિવધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
sost