________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
પ્રશ્ન :- તેર ક્રિયાના સ્થાન કેવી રીતે ? (સમવાયાંગ સૂત્ર)
ઉત્તર ઃ- ૧ અર્થદંડ,૨ અનર્થદંડ, ૩ હિંસાદંડ, ૪ અકસ્માતદંડ, પ દૃષ્ટિના વિપર્યાસને લીધે દંડ, ş મૃષાવાદના કારણવાળો દંડ, ૭ અદત્તાદાનનો નિમિત્તવાળો દંડ, ८ આધ્યાત્મિક મનના નિમિત્તવાળો દંડ, ૯ માનના નિમિત્તવાળો દંડ, ૧૦ મિત્ર પરના દ્વેષને આશ્રીને દંડ, ૧૧ માયાને આશ્રીને દંડ, ૧૨ લોભને આશ્રીને દંડ, ૧૩ ઈર્યાપથના હેતુવાળો દંડ.
પ્રશ્ન :- સત્તર પ્રકારના અસંયમ કયા ?
ઉત્તર ઃ- ૧ પૃથ્વીકાય અસંયમ,૨ અાય અસંયમ, તેઉકાય અસંયમ, ૪ વાઉકાય અસંયમ, ૫ વનસ્પતિકાય અસંયમ, ૬ બેઈન્દ્રિય અસંયમ, ૭ તેઈન્દ્રિય અસંયમ, ૮ ચઉરિન્દ્રિય અસંયમ, ૯ પંચેન્દ્રિય અસંયમ, ૧૦ અજીવકાય અસંયમ એટલે સુંદર સુવર્ણ તથા બહુ મૂલ્યવાળા વસ્ત્ર, પાત્ર, પુસ્તક વિગેરે ગ્રહણ કરવા, ૧૧ પ્રેક્ષા અસંયમ એટલે બેસવા વિગેરેનું સ્થાન તથા ઉપકરણ બરાબર તપાસવું નહિ તે, ૧૨ ઉપેક્ષા અસંયમ તે સંયમના યોગોને વિષે પ્રવર્તે નહિ અસંયમના યોગોમાં પ્રવર્તે, ૧૩ અપકૃત્ય અસંયમ તે ઉચ્ચારાદિકવિધિ પ્રમાણે ન પરઠવે તે, ૧૪ અપ્રમાર્જન અસંયમ તે પાત્રાદિકનું વિધિ પ્રમાણે પ્રમાર્જન ન કરે, ૧૫ મન અસંયમ, ૧૬ વચન અસંયમ, ૧૭ કાયા અસંયમ, અશુભ એવા મન, વચન, કાયાની ઉદ્દીરણા કરે તે.
પ્રશ્ન :- ચાર ભાવ દશા કઈ ?
ઉત્તર ઃ- ૧. નિદ્રા-એટલે ઉંઘવું, પ્રથમના ત્રણ ગુણ ઠાણા સુધી હોય, ૨. સ્વપ્ન કાંઈક ઉંઘવું અને કાંઈક જાગવું, ચોથાથી છઠ્ઠા સુધી હોય, ૩ જાગર દશા-એટલે જાગવું, સાતમાથી બારમા સુધી હોય, ૪ ઉજ્જાગરદશા-એટલે અત્યંત પ્રમાદ રહિત તેરમે ચૌદમે ગુણ ઠાણે હોય.
૫૭૯