SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૧૧ ઉપશાંત મોહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક :- જ્યાં આગળ કષાયોને અગ્નિના ભાઠાની માફક દબાવી દીધા છે અને ઘાતી કર્મ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ઉદયમાં તથા સત્તામાં રહેલા છે તે સ્થાન. કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. ૧૨ ક્ષીણમોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક - જ્યાં જેણે કષાયોને સર્વથા ક્ષય કરેલ છે અને ઘાતિકમો સત્તામાં તથા ઉદયમાં રહેલ હોય તે સ્થાન. કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. ૧૩ સયોગીકેવલી ગુણસ્થાનક :- જ્યાં મન વચન અને કાયાના વ્યાપારમાં વર્તતા હોય અને ઘાતી કર્મોનો ક્ષયથી કેવલજ્ઞાનને પામેલ હોય. સ્થાન, કાલ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વે ક્રોડ વર્ષ ૧૪ અયોગીકેવલી ગુણસ્થાનક :- કેવલી ભગવંત બાકી રહેલા અઘાતિ (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કર્મનો ક્ષય કરી મન, વચન અને કાયાના વ્યાપારનો રોધ કરે છે. સ્થાન, કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચ ઇસ્વ ઇ ઈ ઉ % ૮ સ્વર બોલવા જેટલો જ. EE (૯) છ આવશ્યક , ૧ સામાયિક આવશ્યક :- (કરેમિ ભંતે) જેનાથી આત્માના સમતાદિ આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિ થાય છે. આનાથી પાપમાર્ગ રોકાય છે. ૨ ચતુર્વિશતિસ્તવ :- (લોગસ્સ) જેમાં પૂજ્ય શ્રી ચોવીશ તીર્થકર ભગવંતના નામો આવે છે અને જે નામોનું કીર્તન કરવાથી સમકિતની નિર્મલતા થાય છે તે. ૩ વંદનક :- (વાંદણા) જે વંદનથી શ્રી ગુરુ ભગવંતનું બહુમાન સચવાય છે અને જેનાથી લધુતા નમ્રતાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તથા નીચગોત્રનો નાશ થાય છે તે. ૫ ૬૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy