________________
(
શ્રી પાર્શ્વનાથના પોખવાની પહેલી ઢાળ
F
જીરે વામા રાણીએ મોડ બાંધીયો, લઈ નામણ દીવો હાથ સુંo જીરે ઈંદ્રાણીયુત રથે ચઢ, તાસ કુલવંતી નારીયો સાથ. સું૦ ૧૨ જીરે સરલે સાદે સોહેલાં, ગાયે ઉલટ આણી અંગ; સુંo જીરે એમ જાનવડીયો પાછલે, પહેર્યાનવલા વેશ સુરંગ. ૧૩ જીરે નગરની નારીઓ બારીયે, છાજે ગોખે અટારિયે ધાય; સ્o જીરે વાજિંત્રનાદ તે સાંભળી, અતિ તનમન વ્યાકુલ થાય. સું૦ ૧૪ જીરે સ્ત્રીયોને વહાલા ઘણા, કલિ કાજલ ને સિંદૂર, સુંo જીરે વળીય વિશેષે વાલહો, કાંઈ દૂધ જમાઈ તૂર. સું૦ ૧૫ જીરે વાજાં વાગતાં સાંભળી, આવે અદ્ધતિલક કરી એક સું) જીરે એકજ આંખ આંજી કરી, જોવા ચાલે કેઈ અવિવેક, સું૦ ૧૬ જીરે ઢલતા ધૃતના ગાડુઆ, મૂકીને જોવા ધાય; સ્o. જીરે પીરસી બાલ રમાડતી, સખી બાળક લઈ પલાય. સું) ૧૭ જીરે અવળી કંચુકી પહેરતી, કેઈ અદ્ધસ્નાનથી બાળ; સુંo જીરે ચંદન પગલાં ચરચતી, કેઈ અલતો લગાવતી ભાલ. સું૦ ૧૮ જીરે ઓઢણું અવળું ઓઢતી, કટી મેખલા ઘાલતી કંઠ; સુંવ જીરે હાથે ઝાઝાર ઘાલતી, પગે કંકણ ઘાલે ઉલૂંઠ. સું૦ ૧૯ જીરે પુરવધૂ એમ ઉત્સવ જુવે, મનમાંહે આનંદ ન માય; સું જીરે મોતી સોવન ફૂલડે વધાવતી પ્રભુ ગુણ ગાય. સું૦ ૨૦ જીરે પુરજન ઠાઠ મળી જુએ, દોડીને ચોક બઝાર; સ્o જીરે પ્રભુજી આવી ઊભા રહ્યાં, ફરતા મંડપ તોરણ દ્વાર. સું૦ ૨૧ જીરે સાલે પાણી છંટામણી માગીયું, ત્યારે ભૂષણ દીયે ભૂપ સુંo જીરે ઈદ્ર કહે વેવાણને, પોંખો પ્રભુને હવે ધરી ચૂપ. સું૦ ૨૨ જીરે ઉઠોને આળસુ શું થયાં, અમઆવે ઘણી થઈવાર; મુંo જીરે આનંદરંગ વધામણા, સુણી આવે પ્રસેન જિતનાર. સું૦ ૨૩
૪૮૧