SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા = (૧૩) શ્રી પાર્શ્વનાથના વિવાહ માંહેલી પોંખણાની પહેલી ઢાળ EF | (વરઘોડો) જીરે વરઘોડે વર સંચર્યા, જીરે બિહુ પાસે ચામર વિંજાય; સુંદર વરપાસને. જીરે છત્ર ધરે સુરવર સદા, ચમરેંદ્ર તે વીંઝણો વાય સે. ૧ જીરે સોવન સાજે શોભતા, હયગય રથ પાયક ક્રોડ સું જીરે દેવ-દેવી નર નારીયો, ચાલે હરખે હોડહોડ. સું૦ ૨ જીરે દેવકુમાર સમ દીપતા, ચાલે સાંબેલા શ્રીકાર; સું જીરે નવ નવ આડંબરે કરી, જોતાં ઉપજે હર્ષ અપાર. સુંઠ ૩ જીરે કઈ બેઠા સુખપાલમાં, કઈ રાજવાહન ચકડોલ; સું જીરે હયવરે ગયવરે રથવરે, એમ કુલસુત કરતા કલ્લોલ. સું૪ જીરે સુરનર પહુ સાજન મળ્યાં, કરે વસ્ત્રભરણના ઠાઠ, સું. જીરે મુખ તંબોલે પૂરિયાં, સુણે બિરુદ બોલે જે ભાટ. ૦ ૫ જીરે અત્તરદાની ગુલાબદાની, છાંટે માંહોમાંહે ઘરી નેહ, સું) જીરે ગજરા ઘાલ્યા ફૂલના યુવા ચંદને રંગ ચર ચેહ. સુંઠ ૬ જીરે અબિલ ગુલાલ ઉડાવતા, છાંટે કેશર મૃગમદ વારિ; જીરે ધૂપઘડી બહુ મહમહે, નાચે નાટક અમરીયો સાર. સું) ૭ જીરે અષ્ટમંગલ આગળ વહે, અસિ ફલક ધ્વજ ધાર; સ્o જીરે વર્ધમાન પુરુષ વહે, હાસ્યકારક ચતુર તકાર. સુંઠ ૮ જીરે સુરગંધર્વ મળી ઘણા, વાગે સુર માદલ ડફવીણ; સું જીરે મુરજ માંડલ ધોકારથી, વળી ગાય મધુર સ્વર લીન. સું૦ ૯ જીરે ઢોલને નોબત ગડબડે, તેમાં વિચવિચ વાજે ટકોર, સુંઠ જીરે તાલને છંદના માનથી, પડે એમ નગારાની ઠોર સુંઠ ૧૦ જીરે ભુગલ ભેરી નફેરીયો, વીણા વાંસળી રસિક નિશાન; સું જીરે ચમચસતી શરણાઈયો, ફરે ચિહું દિશિ કરતી ગાન. સું૦ ૧૧ ४८०
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy