SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ અંતે ઉર પરજાળજો જી, શ્રેણિક દીયો રે આદેશ; ભગવંતે સંશય ભાંજીયો જી, ચમકિયો ચિત્ત નરેશ. વી. ૫ વીર વાંદી વળતા થકાં રે, પેસતા નગર મઝાર, ધુમાંધ તિહાં દેખી કહે છે, જાજા ભૂંડા અભયકુમાર. વી. ૬ તાતનું વચન તે પાળવા જી, વ્રત લીઓ અભયકુમાર; સમયસુંદર કહે ચેલણા જી, પામશે ભવતણો પાર. વી. ૭ - - - - 5 (૯) શ્રી સ્થૂલિભદ્રની સઝાય HE | (સ્થૂલિભદ્રજી - રૂપકોશાનો સંવાદ) શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદાર જો, ચોમાસું આવ્યા કોશ્યા આગાર જો; ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જો. ૧ આદરીયા વ્રત આવ્યા છો અમ ગેહ જો; સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરિખો મેળો આ સંસારમાં જો. ૨ સંસાર મેં જોયું સકળ સ્વરૂપ જો, દર્પણની છાયામાં જેવું રૂપ જો; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩ ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વર્ષની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો. ૪ આશા ભરીયો ચેતન કાળ અનાદિ જો; ભમિયો ધર્મને હિણ થયો પરમાદિ જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. ૫ જોગી તો જંગલમાં વાસો વસીયા જો, વેશ્યાને મંદિરીએ ભોજન રસીયા જો; તુમને દીઠા એવા સંયમ સાધતા જો. ૬ (૩૭૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy