________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
કે, ગુણી વ્રતી પર અપ્રીતિ કરી, કૂટ કલંક દઈહો, સહ્યાં દુઃખ અતિ ચંડ કે. આદિ૦ ૪. પરિગ્રહની મમતા થકી, કરી શત્રુતા હો, ન ગણ્યા સંબંધ કે, અનંત દૂરિતને આચર્યા, અનીતિ કરી હો દીધો સુખ પર કાપ કે. આદિ ૫. એમ અનન્ત ભવમાં પ્રભુ, ક્રોધાદિ વશે હો, કરી પાપ અનન્ત કે, અસહ્ય નરકાદિ દુઃખ સહ્યાં, હજી આવ્યો ન હો દુઃખનો પ્રભુ અન્ત કે. આદિ ૬. આપ શરણે આવ્યો. હવે દયાવારિધિ, હો દયા લાવીને તારો કે, ગૌતમ નીતિ વિનેય કહે, સૂરિ ગુણ હો પ્રભુ ભક્ત તમારો કે આદિ ૭.
5 શ્રી અજિત જિન સ્તવન (અહા કેવું ભાગ્ય જાગ્યું-એ રાગ)
જ્ઞાની દેવ અજિત મુજને, જ્ઞાન દઈ પ્રભુ તારજો ! આપ જેવા નાથ મુજ ક્યાં, પણ મલ્યા નહિ ધારજો. જ્ઞાની૦ ૧. માળાધારી દેવ કેઈ, જાપ અધૂરા દાખવે; ક્રોધાદિ ચિન્હ શસ્ત્ર દેવને પાલવે, કેમ રાખવે ? જ્ઞાની૦ ૨. વામાક્ષી પણ રાખનારા, દેવપણે નહિ શોભતા; ભવસમુદ્ર તિતીર્ષ જીવો, ત્યાં કને નહિ થોભતા. જ્ઞાની૦ ૩. રાગદ્વેષ ભર્યા વિષયના લાલચુ કેમ તારશે ? આપ જેવા નાથને નહિ, જાણનારા હારશે. જ્ઞાની૦ ૪. વીતરાગ અદ્વેષ જ્ઞાન સમુદ્ર પ્રાપ્તમહોદય; વીતરાગ સ્વરૂપ મુજને, આપજો સુદયોદય. જ્ઞાની૦ ૫. ગૌતમ નીતિ વારિધિનો બાળ સુરિ ગુણ કહે, ગુણસમુદ્ર બનાવજો જેમ, દાસ આપ કને રહે. જ્ઞાની૦ ૬.
૬ શ્રી સંભવજિન સ્તવન
(નાગર વેલીઓ રોપાવ-એ દેશી)
સ્વામિ સંભવ જિનવરદેવ, આપો વાસ મુક્તિમાં; કાપી કર્મબન્ધની ટેવ, સ્થાપો દાસસિદ્ધિમાં. સ્વામી૦ ૧. હત ક્રોધ, માન, માયા, લોભ, ક્ષમા મૃદુતાએ કરી શોભ; ઋજુતા મુક્તિ ધારીદેવ, આપો૦ સ્વામી૦ ૨. મહા મોહ શત્રુ માન મોડી, સવી ધાતીયાકર્મને ત્રોડી; નિર્મલ કેવલ પામ્યા દેવ આપો૦ સ્વામી૦
૩૫૭