________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી ગુણસાગરસૂરિ કૃત ચોવીશી S શ્રી સિદ્ધાચલ આદિ જિન સ્તવન 5
(ઝટ જાવ ચંદન હાર લાવોએ દેશી) આદિનાથ સિદ્ધાચલનાથ, વંદન કોટી હોજો, દાસ શરણે આવ્યો છે નાથ, મુક્તિ વહેલી દેજો અંચલી. સાખી આ સંસારે બહુ ભમ્યો, લાખ ચોર્યાસી નાથ, દુઃખ સમૂહમાં ટળવળ્યો પ્રભુ, આપ્યો ન કોઈએ સાથ, મુક્તિ વહેલી દેજો. આદિનાથ૦ સાખીભવભવ ભિન્ન કુટુંબની, મળી મુજ મોટી આથ, માની બેઠો માહરી પ્રભુ, કોઈ ન આવ્યો સાથે મુક્તિ વહેલી દેજો, આદિનાથ0 સાખી-ધન ધાન્યાદિક વસ્તુઓ, બહુ ભેળી કરી નાથ, પ્રતિ ભવ દુઃખ વેઠી કરી, પ્રભુ આવ્યો હું ખાલી હાથ, મુક્તિ વહેલી દેજો. આદિનાથ0 સાખી-ભવ અનન્તના ભ્રમણમાં, તુમ સમ ન મલ્યો નાથ, જે સ્થાપે સ્વ સ્વરૂપમાં, ભવ મોહ હટાવી નાથ; મુકિત વહેલી દેજો. આદિનાથ૦ સાખી-સિધ્યા કાંકરે કાંકરે મુનિ અનન્ત મુનિનાથ, જેના દર્શન ભવ હરે, તમે તે સિદ્ધગિરિના નાથ, મુકિત વહેલી દેજો, આદિનાથ0 સાખી-ગૌતમ નીતિ ગુણ કહે, અનન્તગુણ મુજ નાથ, મુજ દુઃખ સવિ દૂર કરી, પ્રભુ દેજો અક્ષય સુખ સાથ, મુક્તિ વહેલી દેજો આદિનાથ)
5 શ્રી આદિ જિન સ્તવન 5.
(અજિત નિણંદ શું પ્રીતડી-એ રાગ) આદિ જિનેશ્વર તારજો, આપી સમકિત હો, મિથ્યાત્વને વારી કે, મિથ્યાત્વ વશે મેં દુઃખ સહ્યાં, અનન્ત કટુ હો, નિજ સ્વરૂપ વિસારી કે. આદિ૦ ૧. તુજ શાસન પામ્યા વિના, હિંસા કરી હો, પ્રાણી પડ્યા બહુ દીશ કે, આત્મ સમાન જાણ્યા નહિ, પર પ્રાણીને હો પ્રભુ કેમ તરીશ કે. આદિ૦ ૨. અસત્ય વાદી પરને વંચ્યા, પણ જાણ્યું ન હો.પોતે જ ઠગાય કે. કુટખાદિ કૂટ આચર્યા. ચોરી કરી હો, નિજ સૌખ્ય ભગાય કે. આદિ૦ ૩. વિષયરાક્ષસ પરવશપણે, અસદાચારી થઈ હો, કર્યા પાપ પ્રચંડ
૩પ