________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. શી૯. સકલ પ્રત્યક્ષ પણે ત્રિભુવન ગુરુ, જાણું તુજ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માગું
સ્વામી, એહી જ છે મુજ કામજી. શ૦ ૧૦. એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. શ૦ ૧૧ (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ જિન સ્તવન HF
(પ્રાણી વાણી જિન તણી-એ દેશી) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદરે; ગુણ એકવિધત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો વૃંદરે; મુનિચંદ નિણંદ અમંદ દિગંદ પરે; નિત્ય દીપતો સુખકંદરે. ૧. એ આંકણી. નિજ જ્ઞાને કરી જોયો, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશરે; દેખે નિજ દર્શન કરી, નિજ દ્રશ્ય સામાન્ય જગીશરે. મુનિ૦ ૨. નિજ રમ્ય રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામરે, ભોગ્ય અનંત ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામિરે. મુનિ૦ ૩. દેય દાન નિત રીતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવરે; પાત્ર તુમેં નિજ શકિતના, ગ્રાહક વ્યાપકમય દેવરે. મુનિ) ૪. પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથરે, અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથરે. મુનિ૦ ૫ પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસરે; સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસરે. મુનિ૦ ૬. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામ રે; સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામરે. મુનિ, ૭. પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે, તત્ત્વ રમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે. મુનિ૦ ૮. પ્રભુ દીઠે મુજ સાંભરે પરમાતમ પૂર્ણાનંદ, દેવચંદ્ર જિનરાજના, નિત્ય વંદો પય અરવિંદરે મુનિ૦ ૯. ક (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન 5
(પંથડો નિહાળું રે બીજા જિન તણો રે-દેશી) પૂજના તો કીજેરે બારમા જિન તણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ; પરફત પૂજારે જે ઈચ્છે નહીં રે, સાધક કારજ
૩૪૫