________________
સ્તવન વિભાગ ચૌમુખ ચૌગતિ હરણ પ્રાસાદે, ચોવિશે જિન બેઠા, ચૌદશી સિંહાસન સમ નાસા, પૂરવ દિશે દોય જિફા. શ્રી જિન૦ ૨. સંભવ આદિ દક્ષિણે ચારે; પશ્ચિમ આઠ સુપાસા, ધર્મ આદિ ઉત્તર દિશિ જાણો, એવં જિન ચઉવીશ. શ્રી જિન) ૩. બેઠા સિંહ તણે આકારે, ભરતે જિણહર કીધાં; રણ બિંબ મૂરતિ થાપીને, જગ જશ વાદ પ્રસિધ્યા. શ્રી જિન) ૪. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તાંત બજાવે; માદલ વીણા તાલ તંબુરો પગરવ ઠમ ઠમકાવે. શ્રી જિન૫. ભકિત ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તાતી વિચાલે; સાધી આપ નશા નિજ કરની, લઘુ કલાશું તત્કાલે. જિન) ૬. દ્રવ્ય ભાવશું ભકિત ન ખંડે, તો અક્ષય પદ સાધ્યું; સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકર પદ બાંધ્યું. શ્રી જિન, ૭. એણી પરે ભવિજન જે જિન આગે, બહુપરે ભાવના ભાવે, જ્ઞાન વિમલ ગુણ તેહના અહોનિશ સુરનર નાયક ગાવે, શ્રી જિન પૂજો હો લાલ૦ ૮.
SF (૧) શ્રી આબુતીર્થ જિન સ્તવન BE આવો આવોને રાજ, શ્રી અર્બુદગિરિ જઈએ, શ્રી જિનવરની ભકિત કરીને, આતમ નિર્મલ થઈએ.
આવો૦ ૧ વિમલવસતિમાં પ્રથમ જિનેશ્વર, મુખ નિરખે સુખપાઈએ; ચંપક કેતકી પ્રમુખ કુસુમવર, કંઠે ટોડર ઇવીએ.
આવો૦ ૨ જમણે પાસે લુણગ-વસહી, શ્રી નેમીશ્વર નમીએ; રાજીમતીવર નયણે નિરખી, દુઃખ દોહગ સવિ ગમીએ.
આવો. ૩ સિદ્ધાચલે શ્રી ઋષભ જિનેશ્વર, રેવત નેમ સમરીએ; અર્બુદગિરિની યાત્રા કરતાં, બિહું તીર્થ ચિત્ત ધરીએ.
આવો. ૪
૩૦૫