________________
સ્તવન વિભાગ
-
-
વાન પ્રમાણે લંછને, જિન સરખી હો તિહાં પ્રતિમા કીધ કે, દોય ચાર આઠદશ ભણી, રૂષભાદિક હો દૂખે પ્રસિદ્ધ છે. શ્રી. ૧૩ કંચન મણી કમલે ઠવી, પ્રતિમાની હો આણી નાસિકા જોડ કે; દેવ વંદે રંગ મંડપે નીલા તોરણ હો કરી કોરણીકોર કે શ્રી. ૧૪ બંધવ બેન માતાતણી મોટી મૂરતિ હો મણિ રતને ભરાય છે; મરૂદેવામયગલચઢી, સેવા કરતી હો નિજમૂરતિની પાય છે. શ્રી. ૧૫ પ્રાતિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હો કીધા અનિમેષ કે; ગૌમુખ ચતુરચક્કેસરી, ગઢવાડી હો કુંડવાવ વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમાતણી, કરાવે હો રાજા મુનિવર હાથ કે; પૂજાસ્નાત્ર પ્રભાવના, સંઘભક્તિો ખરચી ખરી આથકે શ્રી. ૧૭ પડતે આરે પામીયા, મત પાડો તો કોઈ વરૂઈ વાટ કે; એકએક જોયણ આંતરે, ઈમ ચિંતવી હો કરે પાવડિયાં આઠ કે. શ્રી. ૧૮ દેવ પ્રભાવેએ દેહરો રહેશે અવિચલહો છઠ્ઠા આરાની સીમ કે, વાંદે આપ લધ્ધિબળે, નર તેણે ભવો ભવસાગર સીમ કે. શ્રી. ૧૯ કેલાસગિરિના રાજીયા, દીયો દરિસણ હો કાંઈમન કરોઢીલ કે; અરથી હોય ઉતાવલા, મત રાખોહો અમશું અડખીલ કે. શ્રી. ૨૦ મન માન્યાને માલવે, આવા સ્થાને હો કોઈન મિલે મિત્ર કે; અંતરજામી મલ્યા પછી, કિમ ચાલે હો રંગ લાગ્યો મજીઠ કે. શ્રી. ૨૧ રૂષભજી સિદ્ધિવધૂ વર્યા ચાંદલીયા હો તે દેઉલ દેખાડ કે; ભલે ભાવે વાંદી કરી માંગુ મુકિતનાહો મુજ બાર ઉઘાડકે શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે તો ભાવે ભણે ભાસ કે; શ્રીભાવ વિજય ઉવજઝાયનો, ભાણ ભાખેહો ફલેસઘળી આશ કે. શ્રી. ૨૩
BE (૫) શ્રી અષ્ટાપદ તીર્થનું સ્તવન HI
(રાગ : બિહાગ) તીરથ અષ્ટાપદ નીત નમીયે, જિહાં જિનવર ચોવીશજી; મણીમય બિંબ ભરાવ્યા ભરતે, તે વંદુ નિશદિનજી...તીરથ ૧
૧૩૦૩}