________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર; ભવ-ભ્રમ સાવ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર. મન, ૨ વિતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદકમલની, સેવના રહેજો એ ટેવ. મન) ૩ યદ્યાપિ તુમે અતુલ બલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મન, તે સહજથી ન જવાય. મન, ૪ મન મનાવ્યા વિણ મારૂં, કેમ બંધનથી છુટાય ! મનવંછિત દેતાં થકાં કાંઈ, પાલવડો ન ઝલાય. મન૦ ૫ હઠ બાલનો હોય આકરો, તે લહો છો જિનરાજ; ઝાઝું કહાવે શું હોવે, ગિરુઆ ! ગરીબ નિવાજ. મન૦ ૬ જ્ઞાનવિમલ ગુણથી લો, સવિ ભવિક મનના ભાવ; તો અક્ષય-સુખ લીલા દીયો, જિમ હોવે સુજશ જમાવ. |
મનમાં આવજો રે નાથ. ૭
H (૩) શ્રી સામાન્ય જિન સ્તવન ,
(રાગ-દેવ તુજ સિદ્ધાંત દીઠો) સકલ સમતા સુરલતાનો, તુંહિ અનોપમ કંદરે; તુંહી કૃપારસ કનકકુંભો, તુંહિ જિસંદ મુણિંદ રે. પ્રભુ0 ૧ તુંહી તુંહી તુંહી તુંહી તુંહી ધરતાં ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા, તેણે કહ્યું તાહરૂં તાન રે. પ્રભુ૦ ૨ તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરીજ ઠામ રે. પ્રભુ૦ ૩ જન્મ પાવન આજ માહો, નિરખીયો તુજ નૂરરે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. પ્રભુત્વ ૪ એક માહરો અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે. પ્રભુ ૫
(૨૭)