________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નિર્મલપ્રભાશ્રીજી મ. સા. એમ પાંચ શિષ્યા. બે વર્ષથી સતત સેવામાં હાજર રહેનાર પ્ર. શિ. પૂ. સા. વિનયપ્રભાશ્રીજી મ. સા. અને પૂ. શ્રી નાના (ગુરૂબેન) પૂ. સા. દિવ્યપ્રભાશ્રીજી મ. સા. આદિ શિષ્યા-પ્રશિષ્યા ૫૦ ઠાણાનાં પરિવારને છત્ર વિહોણું બનાવી આપણી સહુની વચ્ચેથી વિદાય થયા. બીજે દિવસે તા. ૧૨.૯.૧૯૯૫ નો મંગળવારના સમગ્ર કચ્છ-મુંબઈ વિ. સ્થળેથી સંઘો, ભક્તજનો. જૈનેતરોની પણ હાજરીમાં સાંજે ૫.૦૦ કલાકે પૂ. શ્રી ની પાલખી જય જય વંદા - જય જય ભદ્રાના ગગનભેદી નાદો સાથે બેન્ડવાજાની ગમગીન સુરાવલી સાથે અંતીમયાત્રાનો પ્રારંભ થયેલ જે સુથરી વિસ્તારના મુખ્ય માર્ગોએ ફરી અંતિમ વિશ્રામ સ્થાને પહોંચ્યા હતા. ૭.૦૦ વાગે શ્રી સુથરી સંઘે ઉદારતા બતાવી અગ્નિ સંસ્કાર કરવાનો લાભ પૂ. શ્રી ના સંસારી કુટુંબીજનોને ચડાવો લીધા વગર જ આપવામાં આવ્યો. છતાં પણ જીવદયા અને અન્ય ચડાવા લગભગ રૂા. ૨ લાખેક જેટલાં થયેલા.
જખો, કોઠારા, સાંધાણ, ડુમરા આદિથી પૂ. સાધ્વીજી ભગવંતો અંતિમયાત્રા સમયે ઉપસ્થિત થયા હતા. પણ હવે વાત્સલ્યના વારિ કોણ થશે? જીવનદિપમાં શ્રદ્ધાનું દિવેલ કોણ થાશે? સંયમ નાવને હલેસા કોણ મારશે? ચારિત્ર ચુંદડીને ચમકતી કોણ રાખશે?
જન્મથી માતાને ધન્ય બનાવ્યા. દિક્ષા સ્વીકારી ગુરૂને ધન્ય બનાવ્યા દિક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું. વિયતિનો માર્ગ આપીને શિષ્યાઓને ઘન્ય બનાવ્યા. સાધનામય જીવન જીવીને આત્માને ઘન્ય બનાવ્યો. ઓ ગુરૂદેવ, મૃત્યને મહોત્સવ બનાવનાર મહાન આત્મા, આપના ચરણોમાં કુસુમાંજલિ સમર્પિત કરીએ છીએ.
લી. શિષ્યા - પ્રશિષ્યાવૃંદની અનંતા અનંત વંદનાવલી
દ. : શ્રી સુથરી જૈન સંઘ