________________
(
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તેની બૂટી નહીં. સુવિશુદ્ધ સંયમ જીવન પાલનના અંતિમ સમય સુધી આગ્રહી હતા. પ્રભુ આજ્ઞા - ગુરૂ આજ્ઞા એ જ એમના જીવનનો અમુલ્ય મંત્ર હતો. અંતિમ સમયે તેમની આ ગુણ સંપત્તિએ તેમને સુંદર સમાધિમય મૃત્યુ અપાવ્યું. મહાન ઉપકારી ગુરૂદેવના ચરણશરણને પામી એમની ૫૦ જેટલી શિષ્યા-પ્રશિષ્યાઓ ધન્યાતિ ધન્ય બની છે.
પૂ. શ્રી ની નાદુરસ્ત તબિયત માટે પ. પૂ. અચલગચ્છાધિપતિશ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મ. સા. ત્થા પ. પૂ. યુવાચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. સતત ચિંતિત રહેતા હતા અને અશાતા વેદનીયમાં શાતા જાળવવાનો સંદેશો પાઠવતા હતા.
બીજા પાસેથી કાર્ય કરાવવાની અપેક્ષા નહીંવત હતી જ્યારે બીજા પાસેથી સેવા લેવી પડી ત્યારે કહેતા કે કર્મ બાંધશો નહીં નહીંતર આવા પ્રકારના દર્દમાં સમાધિ નહીં રહેશે તો કર્મ બંધ ખડકાઈ જશે. પ. પૂ. વાત્સલ્યવારિધિ ઉપકારી ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા. ૭૬ વર્ષના જીવનમાં ૫૬ વર્ષનો નિર્મળ સંયમ પર્યાય પાળીને સં. ૨૦૫૧ ભાદરવા વદ ત્રીજ, સોમવાર તા. ૧૧.૯.૧૯૯૫ ના નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં શ્રી સંઘની હાજરીમાં અપ્રતિમ આત્મજાગૃતિ ત્થા અપૂર્વ સમાધિપૂર્વક ૩.૩૦ કલાકે બપોરનાં અણિશુદ્ધ સંયમ આરાધકનો આત્મા આ વિનશ્વર પાર્થિવ દેહનો ત્યાગ કરી નજીકના જ ભવોમાં શાશ્વત સુખનો સ્વામી બનવા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. ઘેઘુર વટવૃક્ષ ઢળી પડ્યો. જલમાં તેલની જેમ આ સમાચાર વાયુવેગે પ્રસરાઈ ગયાં.
પૂ. ગુ. ના જાણે મંત્રીરૂપે પટ્ટધર શિ. પૂ. વિધુતપ્રભાશ્રીજી મ. સા. ૪૪૭ વર્ષથી ગુરૂનિશ્રામાં રહી ગુરૂકૃપા પ્રાપ્ત કરી શાસન પ્રભાવિકા બન્યા ને કેટલાંય શાસનના કામો કરાવ્યા છે. પ્રભાવશાળી મુખારવિંદ, બોલવાની ચાલાકી એવી કે માણસ પલળ્યા વિના ન રહે. જેના યોગે પૂ. ગુરૂદેવની મૌન સંમતિ લઈ અનેકવિધ ઉપકારો સુથરી, તેરા, ગઢશીશા, કાંડાગરા વગેરે અન્ય સંઘો ઉપર કર્યા છે. ઉપરાંત (સંસારી પક્ષે બહેન) શિષ્યા પૂ. સા. ચારૂલતાશ્રીજી મ. સા., પૂ. સા. અરૂણપ્રભાશ્રીજી મ. સા., પૂ. સા. મહોદયાશ્રીજી મ. સા. ત્થા પૂ. સા.