SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ ક્ષમાનિધિ દયા સાગર, મને દુઃખમાંથી ઉગારો, આપોને ધર્મની નૌકા, ભવોદધિ પાર ઉતારો. ૪ તારકતા સાંભળી તુજની, આવ્યો છું આશરે ત્યારે; બિરૂદ છે દુઃખ ભંજનનું, પ્રભુ તો થાઓને વ્હારે. ૫ અનંતા ગુણ છે તુજને, તેમાંથી અંશ આપોને, સેવક શિર હસ્ત મુકીને, ચરણમાં આપ સ્થાપોને. ૬ પ્રભુજી આપને છોડી, બીજા દેવો નહિ યાચું મારે તો આપનું શરણું, બીજામાં હવે નહિ રાચું. ૭ મને તો કર્મ રાજાએ, કર્યો છે કાંકણી તોલે; બચાવો ભવોદધિમાંથી, પડ્યો છું આપને ખોળે. ૮ દયા સિંધુ દયા લાવો, નોધારાની દયા લાવો; વ્હારે માહરી આવો, દૂરિત પંજાથી મૂકાવો. ૯ સંકટથી દાસ છોડાવો, બચાવો દુઃખ દરિયાથી; ઉદય નીતિ સૂરથરનો, . કરીને ખેંચો ભવમાંથી. ૧૦ NE () શ્રી પદ્મપ્રભુનું સ્તવન BE (રાગ- હું સુખકારી આ સંસારથી) હો અવિનાશી શિવલાસી, સુવિલાસી સુસીમા નંદના, છો ગુણરાશી તત્ત્વપ્રકાશી, ખાસી માનો વંદના; તમે ઘર નરપતિ કુલે આયા, તુમે સુસીમા રાણીના જાયા, છપન્ન દિકુમારે દુલરાયા, હો૦ ૧ સોહમ સુરપતિ પ્રભુ ઘર આવે, કરી પંચ રૂપ સુરગિરિ લાવે. હરિ ચોસઠ તિહાં ભેગા થાવ. હો૦ ૨ કોડી સાઠ લાખ ઉપર ભારી, જળ ભરીયા કલશા મનોહારી; સુર નવરાવે સમકિત ધારી. હો૦ ૩ થઈ થઈ મંગલ કરી ઘર લાવે, પ્રભુજીને જનની પાસે ઠાવે; ક્રોડી બત્રીસ સોવન વરસાવે. હો૦ ૪ ૧૪૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy