________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
i (૨૧) i જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. એ આંકણી. પુરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ઋષભજિણંદ સમોસરીએ. વિ૦ જા) ૧. કોડી સહસ ભવ પાતક તૂટે, શત્રુંજય સામો ડગ ભરીયે. વિ૦ જા૦ ૨. સાત છટ્ટ દોય અટ્ટમ તપસ્યા, કરી ચડીયે ગિરિવરીયે. વિ૦ જાતે ૩. પુંડરીક પદ જપીએ મન હરખે; અધ્યવસાય શુભ ધરીએ. વિ૦ જા૨ ૪. પાપી અભિવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિ૦ જા) ૫. ભૂમિ સંથારો ને નારીતણો સંગ દૂરથકી પરિહરીએ વિ૦ જા૦ ૬. સચિત્ત પરિહારીને એક આહારી, ગુરુ સાથે પદ ચરીયે. વિ૦ જા) ૭. પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ. વિ૦ જા૮. કલિકાલે એ તીરથ મોટું પ્રવહણ જિમ ભર દરિયે. વિ૦ જા૦ ૯. ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્મ કહે ભવ તરીયે. વિ૦ જા૦ ૧૦.
૬ (૨૨) F આંખડીયે રે મેં આજ શત્રુંજય દીઠો રે, સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે (એ આંકણી) સફલ થયો મારા મનનો ઉમાહ્યો, વ્હાલા મારા ભવનો સંશય ભાંગ્યો રે; નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય દીઠો રે. ૧. માનવભવનો લાહો લીજે, વાળ દેહડી પાવન કીજે રે, સોના રૂપાને ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શ૦ ૨. દૂધડે પખાળી ને કેશર ઘોળી વા૦ શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી છૂજ્યા રે. શ૦ ૩. શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાળ વીર નિણંદ એમ બોલે રે; ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુંજય તોલે રે. શ૦ ૪. ઈન્દ્ર સરીખા એ તીરથની, વાળ ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાસલ કાઢી, સૂરજકુંડમાં નાહે રે. શ૦ ૫. કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે વા૦ સાધુ અનંત સિદ્ધા રે, તે માટે એ તીરથ
[૧૦૦