SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જીવને જમડાનું તેડું જ આવ્યું, સર્વ મેલીને જાવું છે, રહો રહો જમડાજી આજનો દહાડો, શેત્રુંજે જઈને આવું જી; શેત્રુંજે જઈને દ્રવ્ય જ ખરચું, મોક્ષમાર્ગ હું મારું જી, ઘેલા જીવડા ઘેલું શું બોલે, એટલા દિવસ શું કીધું છે. ૩ જીતે જે જીવે પાછળ ભાતું, શું શું સાથે આવે છે, કાચી કુલેર ખોખરી હાંડી, કાઠીના ભારા સાથે જી; જ્ઞાન વિમલ સૂરિ એણી પરે ભાખે, ધ્યાવો અધ્યાતમ ધ્યાનજી, ભાવભક્તિશું જિનાજીને પૂજો, સમકિતને અજવાળોજી. ૪ (૩૬) રાત્રિભોજનની સ્તુતિ શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરો એ, જાણી પાપ અપાર તો; ઘુવડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તો, નિયમ નવકારશી નિત્ય કરો એ, સાંજે કરો ચોવિહાર તો. ૧ વાસી બોળ ને રિંગણાં એ, કંદમૂળ તું ટાળ તો, ખાતાં ખોટ ઘણી કહીએ, તે માટે મન વાળ તો; કાચા દૂધ અને છાસમાં એ, કઠોળ જમવું નિવાર તો, ઋષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તો. હોળી બળેવ ને નોરતાં એ, પીપળે પાણી મ રેડ તો, શીલ સાતમના વાસી વડાં એ, ખાતા મોટી ખોડ તો; સાંભળી સમકિત દ્રઢ કરો, એ મિથ્યાત્વ પર્વ નિવાર તો, સામાયિક પડિક્કમણું નિત કરો, એ જિનવાણી જગ સાર તા. ૩ રૂતુવંતી અડકે નહિ એ, નવિ કરે ઘરના કામ તો, તેના વાંછિત પૂરશે એ, દેવી સિધ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ઘરી એ, કોઈ ન કરશો રીશ તો, કિર્તિ કમલા પામશે એ, “જીવ' કહે તસ શિષ્ય તો. ૪ છO
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy