________________
સ્તુતિ સંગ્રહ
૬ (૩૪) શ્રી અધ્યાત્મની સ્તુતિ
ઉઠી સવારે સામાયિક લીધું, પણ બારણું નવ દીધું જી, કાળો કૂતરો ઘરમાં પેઠો, ઘી સઘળું તેણે પીધું જી; ઉઠોને વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહો વિરજીને પૂજી, સમક્તિને અજીવાળોજી. ૧
બળે બીલાડે ઝડપ ઝડટાવી, ઉત્રોડ સર્વે ફોડી જી, ચંચળ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ તોડી જી; તે વિના રેંટીઓ નવિ ચાલે, મૌન ભલું કેને કહીએ જી, ૠષભાદિક ચોવીશ તીર્થંકર, જપીએ તો સુખ લહીએ જી. ૨ ઘર વાસીદું કરોને વહુઅર, ટાળો ઓજીસાળું જી, ચોરટો એક કરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું જી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઉભા નવી રાખો જી, શિવપદ સુખ અનંતા લહીએ, જો જિન વાણી ચાખો જી. ૩
ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવો જી, પહોળે પલંગે પ્રીતમ પોઢ્યા, પ્રેમ ધરીને જગાવો જી; ભાવપ્રભસૂરિ કહે નહિ એ કુથલો, અધ્યાત્મ ઉપયોગી જી, સિદ્ધાઈકા દેવી સાન્નિધ્ય કરેવી, સાધે તે શિવપદ ભોગી જી. ૪
(૩૫) શ્રી અધ્યાત્મની
સ્તુતિ સોવન વાટી ફુલડે છાઈ, છાબ ભરીને હું લાવું જી, ફુલ જ લાવું ને હાર ગુંથાવું, પ્રભુ કંઠે સોહાવું જી; ઉપવાસ કરૂં તો ભુખ જ લાગે, ઉનું પાણી નવી ભાવે જી, આંબેલ કરૂં તો લુખ્ખું ન ભાવે, નીવીએ ડૂચા આવે જી. ૧
એકાસણું કરૂં તો ભૂખે રહિ ન શકું, સુખે ખાઉં ત્રણ ટેંક જી, સામયિક કરૂં તો બેસી ન શકું, નિંદા કરૂં સારી રાત જી; દેરે જાઉં તો ખોટી જ થાઉં, ઘરનો ધંધો ચૂકું જી, દાન દઉં તો હાથ જ ધ્રૂજે, હૈયડે કંપ વછુટે જી.
૨
૬૯