________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
તું ભવ ભય ભંજન જન મન રંજન રૂપ,
મનમથમદગંજન અંજન રહિત સરૂપ; તું ભુવન વિરેચન ગત શેચન જગદીસ,
તુજ લેચન લીલા લહિએ સુખ નિત દીસ. ૪ તું ' દેલતદાયક જગનાયક જગબંધુ,
જિનવાણી સાચી તે તરિયા ભવસિંધુ તે મુનીમનપંકજ ભમર અમર નર રાય,
ઉભા તુજ સેવે બુધજન તુજ જશ ગાય. ૫
શ્રી સુમતિનાથ જિન-સ્તવન
[મેલડારે હંસા–એ દેશી ] નયરી અધ્યા રે માતા મંગલા, મેઘ પિતા જસ ધીર; લંછન કૌચ કરે પદ સેવના, સેવને વાન શરીર મુ.૧ મુજ મન મોહ્યું રે સુમતિ જિસરે, ન રૂચે કે પર દેવ; ખિણ ખિણ સમરું રે ગુણ પ્રભુજી તણ, એ મુજ લાગી રે ટેવ. મુ૨ ત્રિણસેં ધનુ તનુ આયુ ધરે પ્રભુ, પૂરવ લાખ શ્યાલીશ; એક સહસર્યું દીક્ષા આદરી, વિચરે શ્રી જગદીશ. મુ૦૭ સમેતશિખરગિરિ શિવપદવી લહી, ત્રણ લાખ વીશ હજાર મુનિવર પણ લખ પ્રભુની સંયતી, ત્રીશ સહસ વળી સાર. મુ૦૪ શાસનદેવી મહાકાળી ભલી, સેવે તુંબરૂ યક્ષ શ્રીનયવિજય વિબુધ સેવક ભણે, જે મુજે તુજ પક્ષ. મુ૦૫