________________
[૧૯
૧-સ્તવન વિભાગ : ચોવીશી–પહેલી પ્રીત કરતાં સેહલી રે હાં, નિરવહતાં અંજાલ, મેટ જેહ વ્યાલ ખેલાવે રે હાં, જેહવી અગનની ઝાળ. મે. ૪ જે વિવાહ અવસર દિઓ રે હાં, હાથ ઉપર નહિ હાથ; મે. દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મે. ૫ ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ; મે વાચક યશ કહે પ્રણમીયે રે હાં, એ દંપતી દેય સિદ્ધ. મે. ૬
શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન
–(*)–
[ રાણ-મહાર ] વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે, મુ. જિમ સુરમાંહી સેહે સુરપતિ પરવડે રે; કેસુત્ર જિમ ગિરિમાંહી સુરાચલ, મગમાંહી કેસરી રે; કેમૃ૦ જિમ ચંદન તરૂમાંહી, સુભટમાંહી મુરારી રે. કે. સુ. ૧ નદીયાંમાંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે; કેઅ કુલમાંહી અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે; કેભટ એરાવણ ગજમાંહી, ગરૂડ ખગમાં યથા રે, કે ગ. તેજવંતમાંહી ભાણ, વખાણમાંહી જિનકથા રે. કે. વ૦ ૨ મંત્રમાહી નવકાર, રતનમાંહી સુરમણિ રે; કે૨૦
સાગરમાંહી સ્વયંભૂરમણ શિરોમણિ રે; કેર૦ શુકલધ્યાન જિમ યાનમાં, અતિ નિરમળપણે રે; કે શ્રીયવિજ્ય વિબુધ પય સેવક ઈમ ભણે રે. કેસે. ૩
-જિમ નંદન વનમાંહિ કે પ્રહમાં નિશિમણિ . પાઠ,