________________
પ્રયત્નપૂર્વક જીવંત રાખવું એ આપણું સૌની પવિત્ર ફરજ બની જાય છે. એ પુણ્ય પુરુષના સ્વર્ગવાસની ત્રિશતાબ્દી સાંપ્રત વર્ષમાં પૂર્ણ થાય છે એ પ્રસંગની પાવન સ્મૃતિમાં તેઓશ્રીની અતિઅર્થગંભીર ભાવવાહી ગુર્જર કૃતિઓના આ સંગ્રહને પુનર્મુદ્રિત કરવાને ધન્ય અવસર અમને પ્રાપ્ત થયે છે એ અમારું પરમ સૌભાગ્ય છે.
સલામરહસ્યવેદી પરમ ગીતાર્થ સ્વ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંતમહેદધિ કર્મસાહિત્ય સુનિપુણમતિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક–પંચોતેર વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય અને બાવન વર્ષના દીર્ઘ સૂરિપદ પર્યાયના ધારક, બાણું વર્ષની બુઝર્ગ વયે પણ અહર્નિશ શાસનસેવામાં રક્ત પરમ સિદ્ધાંતનિષ્ઠ પરમશાસનપ્રભાવક તપાગચ્છાલંકાર સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પિતાના વિશાળ સમુદાય સાથે વિ. સં. ૨૦૪રના ચાતુર્માસ અથે શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયે પધાર્યા. શાસનપ્રભાવનાના અનેકવિધ પ્રસંગોથી ભરપૂર એ ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ થયું ત્યારે વિ. સં. ૨૦૪૩ના મંગલ સંવત્સરને પ્રારંભ થઈ ચૂક્યું હતું. મહાત્માઓના શ્રીમુખેથી જ્યારે અમને જાણવા મળ્યું કે શ્રી જૈનશાસનના મહાન જ્યોતિર્ધર મહામહોપાધ્યાય શ્રીમદ્યશવિજયજી મહારાજાના સ્વર્ગવાસનું આ ત્રિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અમને એ પૂની જ શુભ