________________
પ્રકાશકની વાત ...
ન્યાયાચાય, ન્યાયવિશારદ, મહામહાપાધ્યાય શ્રી ચશેવિજયજી મહારાજાના પુણ્ય નામથી જૈનજગતમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. પરમાત્મા શ્રી મહાવીરદેવના શાસનમાં અદ્યાપિ પર્યંત થઈ ગયેલા અનેક મહાન યાતિ ામાં આ મહાપુરુષ પણુ અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૂર્વના શ્રુતકેવલી ભગવ`તાની ઝાંખી કરાવે તેવું તેમનું જ્ઞાન હતું. સરસ્વતીનું તેમને વરદાન હતું. તીવ્ર ક્ષયાપશમના બળે ઘુંટી ઘૂંટીને આત્મસાત્ બનાવેલા શ્રી જિનાગમાના ઊંડામાં ઊંડા રહસ્યાને તેઓશ્રીએ બાલભોગ્ય-વિદ્વદ્ભાગ્ય અને અતિવિદ્વદ્ભાગ્ય પ્રાકૃત, સંસ્કૃત તેમજ ગુજ ગિરામાં નાના-મોટા અનેક ગ્રંથા રૂપે અંક્તિ કરી એક વિપુલ સાહિત્યની શ્રી જૈનસઘને ભેટ ધરી છે. શ્રી જૈનસંઘના એ એક એવા અમૂલ્ય ખજાના છે કે જેનાથી શ્રી સંધ આજે પણ ગૌરવ અનુભવે છે. તેઓશ્રીના વચના સમસ્ત શ્રી જૈનસંધમાં ટકશાળી મનાય છે. સમજૈનેતર વિદ્વાનાને પણ એ મહાપુરુષના ગ્રંથેાના એ રહસ્યને ઉકેલવા અથાગ પરિશ્રમ ઊઠાવવા પડે છે અને ત્યારે એ સમથ મહાપુરુષની પ્રકાંડ વિદ્વત્તા પ્રત્યે તેમનાં મસ્તક બહુમાનથી ઝૂકી પડે છે. એ મહાપુરુષનું રચેલું સ પૂ સાહિત્ય તા આજે ઉપલબ્ધ નથી અને જેટલું ઉપલબ્ધ છે તેટલું સંપૂર્ણ પ્રગટ થઈ ચૂકયું છે એમ પણ કહી શકાય તેમ નથી. વળી જે પ્રગટ થઈ ગયું છે તે પણ હાલ અપ્રાપ્ય બનતું જાય છે. એવા યેાગામાં એ અમૂલ્ય સાહિત્યને