________________
૫૪૮].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
શ્રી જંબૂસ્વામિ બ્રહ્મગીતા (ત ૧૭૩૮ માં ખંભાતમાં રચેલી)
=
સમરીયે સરસતી વિશ્વ માતા, એ કવિરાજ જસ ધ્યાન ધ્યાતા; કરિય રસ રંગભરિ બ્રહ્મગીતા, વરણવું જ બૂ ગુણ જગવદીતા. ૧
રાગ ફાગ બ્રહ્મચારી સિરહરે, બ્રહ્મ મહર જ્ઞાન, બ્રહ્મવતી માંહિ સુંદર, બ્રહ્મ ધુરંધર ધ્યાન, મોહ-અબ્રહ્મ-નિવારણ, તારણતરણ જિહાજ, જબૂ ગુમર ગુણ થતાં, જનમ કૃતારથ આજ.
દુહા હાઈ જસ વદનિ શત સહસ જીહા, આઉખુ વળી અસંખ્યાત દીહા; તાસ પણિ જંબૂ મુનિ સુગુણ ગાતાં, પાર નવે સદા ધ્યાન કેયાતાં.
ફાગ શીલ સલીલ જે પાલે, વાલે ચંચલ ચિત્ત, આપ-શક્તિ અજુઆલે, વિહું કાલે સુપવિત્ત, પાપ પખાલે ટલે, મોહ મહમદપૂર. બહ્મરૂપ સંભાલે, તે નિજ સહજ સબૂર.