________________
૪-સ્વાધ્યાય વિભાગઃ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પ૩૧
નગર પ્રવેશ મહોચ્છવ, અચરિજ પામે રે ભીલ, “ જાણે હું સરગમાં આવિઓ, રાખી તેહજ ડીલ.” ૫૦
દુહા દેખી પ્રાકાર આકાર હરખે, નગરને લેક સુરક પરખે; આપણ શ્રેણ બેઠા મહેભ્ય, માનિઆ સુગણ ગણરાજ સભ્ય. પ૧
ચાલિ પહેરી રે પીત પટેલી, એલી કેશ પુનીત, ભંભર ભેલી ટેલી, મિલિ મિલિ ગાવત ગીત; દામિની પરિ ચમકતી રે, કામિની દેખે સનૂર ભાલ તિલક મિસિ વિભ્રમ, જીવિત મદન અંકુર. પર
દુહા દેખીયા રાયરાણા સતે જેહ, ઋદ્ધિને પાર નહિ હુ તેહ ભૂપ નિજ સદન પહો ઉલ્લાસ, ભીલને દિદ્ધ સન્મુખ આવાસ. ૫૩
ચાલિ ભેજન શયન આચ્છાદન, ગંધ વિલેપન અંગ, ખબર લીએ નૃપ તેહની, નવ નવ કેલવે રંગ; આધે બેલે તે સવિ કરે, મનિ ધરે તેહ જે કાજ, કચમિસ અપયશ તે ગણે, જે નવિ દીધું રાજ. પ૪
દુહા દિવસ સુખ માનમાં તાસ વીતા, કેતલા રંગ રમતાં વિચિતા; એકદા આવીઓ જલદ કાલ, પંથિજન-હૃદયમાં દેત ફાવ. આપ