________________
૧૨૬]
-
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી સુપાશ્વનાથ જિન-સ્તવન
- -
-
[ ધન લા–એ દેશી ] સાચે દેવ સુપાસ રે! સાહિબ! તું સુલતાન, ગુણના ગેહા તજયૂ પ્રીતિ ભલી બની રે, ચંદન ગંધ સમાન. ૦ ૧ એ તે કહિછ ન કારમી રે, કહિઈ ન અલગી થાઈ ગુ. દિન દિન અધિકી વિસ્તરઈ રે, મહિમાઈ મકાઈ. ગુ૦ ૨ સરસ કથા જે એહનીરે, તેહ પવનમઈ સંગ; ગુરુ વાસિત ભવિજન તસ હઈરે, ચંદન રૂપ સુરંગ. ૩૦ ૩ બાવના અખર સાર છે રે, પરમ પુરૂષસ્ય ગોષ્ઠિ, ગુ. બાવન ચંદન વાસના રે, નામ જપું તસ હેઠિ. ગુ૪ સંય છ માસને તે હરે રે, એહતે જનમના રેગ; ગુ. તેણિ અધિક તુમ્હ પ્રીતડી રે, ન લહઈ પામર લેગ. ગુ૫ કરમ ભુજંગ બંધન ઇહાં રે, વિરુઓ દીસે જેહ, ગુવ વિરતિ મયૂરી મેકલે રે, જિમ સવિ છૂટે તેહ. ગુ૬ મઝ પાસે એક મિત્ર છે રે, ગારૂડ પ્રવચન સાર, ગુરુ કહે તે તેણિ બંધન હરૂં રે, દેવ! કરે જે સાર. ૩૦ ૭ પ્રીતિ ચંદન વાસના રે, વાસિત મારું મન્ન, ગુરુ તુઓ તે મલયાચલ સમારે, વાચક જસ કહે પન્ન ગુ. ૮
[ ઈતિ જસ ગણિ કૃત ગીતં-સંપૂર્ણ સંવત ૧૯૨૪ના વર્ષ ચૈત્ર વદી ૧૦ વાર શુક્ર લી શ્રી પહાલણપુરના સહી લવજી મોતીચંદ || શ્રી ].