________________
૧૦૦].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મત કહ તુજ કમે નથી રે. કમે છે તે તે પામ્યા રે, મુજ સરીખા કીધા મટકા, કહે તેણે કાંઈ તુજ થાયે છે. શ્રી. ૫ કાલ સ્વભાવ ભવિતવ્યતા રે, તે સઘળા તારા દાસ રે; મુખ્ય હેતુ તું ક્ષને, એ મુજને સબલ વિશ્વાસે રે. શ્રી૬ અમે ભકતે મુક્તિને ખેંચશું રે, જિમ લેહને ચમક પાષાણે રે, તુહે હેજે હસીને દેખશે, કહસે સેવક છે સપરાણે રે. શ્રી. ૭ ભક્તિ આરાધ્યા ફળ દીએ રે, ચિંતામણી પણ પાષાણે રે, વળી અધિકું કાંઈ કહાવશે, એ ભદ્રક ભક્તિ તે જાણે રે. શ્રી. ૮ બાળક તે જિમ તિમ બેલતે રે, કરે લાડ તાતને આગે રે, તે તેહશું વંછિત પૂર, બની આવે સઘળું રાગે રે. શ્રી. ૯ માહરે બનનારું તે બન્યું જ છે રે, હું તે લેકને વાત શીખાવું રે, વાચક જશ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે. શ્રી. ૧૦
શ્રી શંખેશ્વર પાશ્વનાથ જિન સ્તવન
મારી દશા
રાગ-શ્રી રાગ (પદ ૩૦ મું) અબ મહી ઐસી આય બની, શ્રી ખેસર પાસ જિનેસર, મેરે તું એક ધનીર. અબ૦ ૧ તુ બિનુ કેઉ ચિત્ત ન સુહાવે, આવે કેડિ ગુની, મેરે મન તુજ ઉપર રસિયા, અલિ જિમ કમલ ભણ. અ. ૨
૧-પ્રભુ ! મેરે. ૨-મેરે તું હિજ ધની. ૩-તુમ. ૪-મન દોર.
.