________________
૬૨]
- ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી વિશાળ જિન-સ્તવન
(દેશી લેરની અથવા સીરાહી ]. ધાતકી ખડે છે કે પશ્ચિમ અરધ ભલે,
વિજ્યાનારી છે કે વપ્ર તે વિજય તિલે, તિહાં જિન વિચારે છે કે સ્વામી વિશાળ સદા,
નિત નિત વધુ છે કે વિમલાકંત મુદા. ૧ નાગનરેસર છે કે વંશ ઉદ્યોતકરૂ,
ભદ્રાએ જાય છે કે પ્રત્યક્ષ દેવતરૂ ભાનુ લંછન છે કે મિલવા મન તલસે,
તસ ગુણ સુણિયા છે કે શ્રવણે અમી વરસે. ૨ આંખડી દીધી છે કે જે એ મુજ મનને,
પાંખડી દીધી છે કે અથવા જે તનને, મનહ મને રથ છે કે તે સવિ તુરત ફળે,
તુજ મુખ દેખવા છે કે હરખીત હેજ મળે. ૩ આડા ડુંગર છે કે દરીયા નદીય ઘણી,
પણ શકિત ના તેહવી છે કે આવું તુજ ભણે, તુજ પાય સેવા છે કે સુરવર કેડિ કરે,
જે એક આવે છે કે તે મુજ દુઃખ હરે. ૪ અતિ ઘણું રાતી છે કે અગ્નિ મજીઠ સહે, * ઘણુશું હણીયે છે કે દેશ વિયેાગ લહે પણ ગિરૂઆ પ્રભુશું છે કે રાગ તે દુરિત હરે,
વાચક જ કહે છે કે ધરીએ ચિત્ત ખરે. ૫