________________
સજઝાયો હોય છે. આ પુસ્તકમાં આવેલી આવી અનેક સજઝાયો જીવનની સમસ્યાઓને-આધ્યાત્મિક સમશ્યાઓનો ઉકેલ કરી જાય છે.
વળી આ પુસ્તકમાં આપવામાં આવેલ સ્તવન સજઝાયાદિ અર્વાચીન નથી, પ્રાચીન છે. સંસારની અવનવી ગુંચમાંથી અલિપ્ત રહી આત્માના ઉંડાણમાં ઉતરેલા મહાયોગીઓ-મહાતપસ્વીઓની રચના છે. ઉગ્ર પ્રકારના સાધકોની આ વાણી છે. અંતરાત્મામાં અજમાવેલી અનુભવ વાણી છે.
આ સંગ્રહમાંથી કોઈ પણ નાના કે મોટા સ્તવન સઝાય કંઠાગ્ર કરી અંતરના ઉંડાણમાં ઉતારી પિોતે મુમુક્ષુ બનવા સાથે બીજાઓને પણ મુમુક્ષુ બનવામાં જેટલે અંશે સહાયક થશે તેટલે અંશે સંગ્રહકારની મહેનત સફળ થઈ લેખાશે.
સંગ્રહ કરવામાં, પ્રકાશન કરવામાં, સહાયક લાવવામાં, પ્રેસકોપી વિગેરે કરાવવામાં પૂ. સા. ચારિત્રબ્રીઝ. મ. નો સ્તુત્ય પ્રયત્ન છે. અને શ્રી. ચીમનલાલ વાડીલાલની સભેરણા સ્તુત્ય છે, જેમની ટૂંક જીવનરેખા આ પુસ્તકમાં આપવામાં આવેલ છે.
આ પુસ્તકનું સાવંત પ્રેસ મેટર તૈયાર કરવામાં ધાર્મિક ક્ષેત્રે જુના અનુભવી અને ઘણાઓને આધ્યાત્મિક જીવનમાં ઓતપ્રોત બનાવતા માસ્તર રામચંદભાઈને નોંધપાત્ર પ્રયાસ છે.
આ પુસ્તકને ખૂબ ઉપયોગ થાય એજ અમે તો અમને અમારા આત્માને ન્યાય મળ્યો ગણીશું.
એજ લેખક. સં. ૨૦૨૧ ચૈત્ર સુદ ૧૩ ( પંડિતથી. છબીલદાસ કેશરીચંદ મહાવીર જન્મ કલ્યાણકદિન (દાનવીર શેઠ બુલાખીદાસ નાનચંદ સંસ્થાપિત મંગળવાર તા. ૧૩/૪૬૫ ) શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃતપ્રાકૃત
પાઠશાળાના પ્રધાનાધ્યાપક. ખંભાત.