________________
તેમાં બેસીને (જ્ઞાનના) બગીચામાં ઘૂમવા જવાની મારી ઘણી ઉમેદ છે. સ્વામિનાથને ઘણીવાર વિનવું છું. પણ ઘરના બીજા બધા (માયા મેહ, લોભ, કામ, ઈચ્છા વિગેરે) મારી અદેખાઈ કરે છે. તેથી મારી વાત અદ્ધર ઉડી જાય છે. | મારા (જ્ઞાનના બગીચામાં એક સુંદર ફુલ) પશ્ચાતાપ કયારેક ઉગી નીકળે છે. તે આજે મારા અંતરના ઉમળકા સામે આપના પુનિત ચરણોમાં માથું નમાવી ભાવ પૂર્વક ચઢાવું છું.
ધર્મપિતા! મારી આ કર્મ કથની વાંચી હવે તે મારી ખબર કાઢે. માત્ર આપ ત્યાંથી મારા સ્વામિનાથ પર રહેમ નજર કે વાત્સલ્ય પૂર્ણ દ્રષ્ટિ ફેંકશે એટલે એમ તે મારા સ્વામિનાથ ખાનદાન છે, જરૂર આપની હાલી દીકરીને સંસાર સુધરી જશે.
શું મારી મટી ફઈબા (કરૂણ) અને મારી બા (કૃપા) આપની પાસે મારી દાદ લઈને નથી આવતા! હવે તે હું આપના દર્શનની પણ તરસી થઈ છું, આપના ચરણોમાં માથું નમાવી અંતરના ભાવની શુદ્ધિ કરવા સાથે મારા સ્વામીનાથ વતી હું માફી માગું છું, અને મારા જીવનના ઉદ્ધાર માટે ખેળ પાથરૂં છું. પુત્રીના હૈયાની પીડ પિતા વિના બીજું કેણ પારખી શકે? લિ. હરઘડી આપનું રટણ કરતી આપની વહાલી દીકરી (ચેતનાના) પાયલાગણ.